પાકિસ્તાની ક્રિકેટ ટીમ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લંડન પહોંચશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે, 3 ટેસ્ટ અને તેટલી જ ટી-20 મેચ પ્રેક્ષકો વિના રમાશે. આ પ્રવાસ પૂર્વે, તમામ ખેલાડીઓ માટે ફરી એક વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તે પછી જ તેમના જવા ન જવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઇસીબીનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન સ્કોડનાં તમામ સભ્યોની મુલાકાત પહેલા તપાસ કરવામાં આવશે." જેઓ COVID-19 પોઝિટિવ હોવાનું જાણવા મળે છે તેમને રવિવારે મુસાફરી કરવાની છૂટ રહેશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ ટીમ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લંડન પહોંચશે. પાકિસ્તાની ટીમમાં તે 10 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે નહીં જેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાનનાં 10 ક્રિકેટરો કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જે પછી એવું લાગી રહ્યું હતું કે તેમનો ઇંગ્લેન્ડ પ્રવાસ મોકૂફ રાખવામાં આવી શકે છે. કોવિદ-19 પોઝિટિવ ક્રિકેટરોમાં મોહમ્મદ હાફીઝ, વહાબ રિયાઝ, ફખર ઝમન, શાદાબ ખાન જેવા મોટા નામ છે.

પાકિસ્તાને ઇંગ્લેન્ડમાં ત્રણ મેચની ટેસ્ટ અને એટલી જ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, પ્રેક્ષકો વિના ત્રણ ટેસ્ટ અને બે ટી-20 મેચ રમાશે. આ પ્રવાસ 30 જુલાઇથી શરૂ થવાનો હતો, પરંતુ કોરોના વાયરસનાં રોગચાળાનાં કારણે, તમામ પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યા છે. ઇંગ્લેંડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 28 જુલાઈ સુધી ચાલશે.