દિલ્હી-

પાકિસ્તાને ભારત નો ગુનેગાર દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન માં હોવા અંગે નો દુનિયા સમક્ષ એકરાર કર્યા બાદ માત્ર 24 કલાક માં જ હવે ફેરવી તોળ્યું છે અને પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમની પોતાના દેશમાં હાજરી હોવાની વાત ને સત્તાવાર રીતે નકારી દીધી છે. 

પાકિસ્તાન દ્વારા જણાવવા માં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેની ધરતી પર નથી. મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને દાઉદની પાકિસ્તાનમાં હાજરીને નકારી કાઢી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન નવા પ્રતિબંધો લાદી રહ્યું છે. આ અહેવાલ ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. મંત્રાલયે કહ્યું કે ભારતીય મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાના દેશમાં દાઉદ ઇબ્રાહિમ ની હાજરી સ્વીકારી છે. આ દાવો ખોટો છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ના ગ્રે લિસ્ટથી બચવા માટે પાકિસ્તાને 88 આતંકવાદી સંગઠનો તેમજ આતંકવાદીઓ ની યાદી બહાર પાડી ને તેમના પર પ્રતિબંધ મૂકવાનો દાવો કર્યો હતો. આ યાદીમાં દાઉદ ઇબ્રાહિમનું નામ પણ સામેલ હતું અને શુક્રવારે જ પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે ભારતનો ગુનેગાર તેમની ધરતી પર છે. ઇમરાન સરકારની તરફથી રજૂ કરાયેલી યાદીમાં દાઉદના નામની સાથે દસ્તાવેજમાં સરનામું વ્હાઇટ હાઉસ, કરાચી બતાવવામાં આવ્યું હતું જોકે, 24 કલાક મા જ પાકિસ્તાન ફરી ગયું હતું અને પોતાના દેશ માં દાઉદ ની હાજરી ને નકારી કાઢી છે.