પાલનપુર-

આબુ હાઇવે ઉપર સાંઈબાબાના મંદિર નજીક મંગળવારે મોડી સાંજે આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની બાજુ ઘસી આવી હતી. અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સામેની કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે જણાને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.પાલનપુર નજીક મંગળવારે મોડી સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની બાજુ ઘસી આવી હતી. અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે જણાને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. દરમિયાન પાલનપુર 108 એ વાહનોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અમીરગઢ તાલુકાના કરજા રામપુરા ગામના યુવકો પાલનપુરમાં ગેરેજ સહિતનું કામ કરતાં હતા. ત્યાંથી સાંજે પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યા હતા. તે વખતે યમદૂત બનીને આવેલી કારના ચાલકે ટક્કર મારતાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.