સુરત,

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અને જે રીતે પાછલા 20 દિવસથી કતારગામ ઝોન અને વરાછા ઝોન વિસ્તારમાંથી કોરોનાના કેસો વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. તેથી આજે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર દ્વારા શહેરના ત્રણ વિસ્તારોમાં પાનની લારી તેમજ ગલ્લા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધ એક અઠવાડીયા માટેનો રાખવામાં આવ્યો છે. જયારે અન્ય વિસ્તારોમાં પાન્ના ગલ્લા પર ચાર લોકોથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરત શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ 5084 પર પહોચ્યો છે. જેમાંથી કતારગામ ઝોનમાં જ 1335 અને વરાછા A ઝોનમાં 623 તેમજ વરાછા B ઝોનમાં 373 કેસો સામે આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અનલોક વન બાદ વધ્યું હતું.