ગોધરા, પંચમહાલ જિલ્લા પંચાયત ના આગામી અઢી વર્ષ માટેના સમયગાળા માટે નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી પંચમહાલ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં કરવામાં આવી હતી.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પંચમહાલ જિલ્લા ની ૩૮ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ સતા જમાવતા જંગી જીત હાંસલ કરી હતી. ગોધર શહેર ના બી.આર. જી.એફ.ભવન ખાતે જિલ્લા પંચાયત ના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે ગોધરા-અંબાલી બેઠક ના મહિલા ઉમેદવાર કુ.કામિનીબેન ગોપાલસિંહ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે હાલોલ-તલાવડી બેઠક ના રમેશભાઈ કાભાઈ પરમાર વિધિવત રીતે સતા રૂઢ થયા હતા અને પંચમહાલ જિલ્લા પંચાયત પર આગામી અઢી વર્ષ માટે સતા સુકાન સંભાળ્યું હતું.ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અન્ય ચૂંટાયેલા હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાજિલ્લા પંચાયત માટે પક્ષના નેતા,કારોબારી અધ્યક્ષ, દંડક સહિત અન્ય હોદ્દાઓ નું પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.