ટીમ ઇન્ડિયાનો હાલનો સૌથી બેસ્ટ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા છે, હાર્દિક પંડ્યા પોતાની વિસ્ફોટક ઇનિંગ અને ધારાદર બાલિંગ-ફિલ્ડિંગના કારણે ભારતનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. આઇપીએલથી પોતાતીની કેરિયરની શરૂઆત કરનારો હાર્દિક પંડ્યા ધોની કે કોહલી નહીં પણ રોહિત શર્માને બેસ્ટ કેપ્ટન માને છે. ૨૦૧૫થી આઇપીએલમાં એન્ટ્રી કરીને કેરિયરની શરૂઆત કરનારો હાર્દિક પંડ્યાનું કહેવુ છે કે, તેને પોતાની કેરિયરને બેસ્ટ સમય રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પસાર કર્યો છે. રોહિત એકદમ બેસ્ટ કેપ્ટન છે. હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની સાથે ૨૦૧૫માં મુંબઇની સાથે આઇપીએલની શરૂઆત કરી હતી, બાદમાં તે મુંબઇનો મોટો હીરો બની ગયો, ટીમે ત્રણ-ત્રણ વાર આઇપીએલ ટ્રાફી જીતી. આમ રોહિત શર્મા પણ બેસ્ટ કેપ્ટન બની ગયો.  

મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાનુ આ નિવેદન પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર શેર કર્યુ, હાર્દિકે કહ્યુ- મને રોહિત સાથે રમીને હંમેશા મજા આવી છે, અને તે એક શાનદાર કેપ્ટન છે. અમે રમત વિશે વધારે વાતો નથી કરતા પણ મારી કેરિયરમાં સૌથી સારા વર્ષો તેની કેપ્ટનશીમાં રમતા પસાર થયા છે.