ભરૂચ, ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનું આગમન થયું છે. માનવવસ્તી અને પશુઓ ઉપર જીવલેણ હુમલા સહિતની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પશુપાલકોના ઢોર ઢાખર અને પાલતુ પ્રાણીઓનો શિકાર દીપડા કરી રહ્યા છે.જેમાં નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોરીયાણા ગામના ખેડૂતના ખેતરમાં રાત્રીના અંધકારના સમયે પાળેલ રોટવીલર શ્વાન ઉપર હુંમલો કરી ગળામાંથી દબોચી ખેંચી લઈ શિકાર કયૉ હતો. આ બાબતે નેત્રંગ વનવિભાગના આરએફઓનો રજુઆત કરતા દીપડો પકડવાનું પાંજરું મુકવા માંગ કરી હતી.વહેલી સવારે પાલતુ રોટવીલર શ્વાનની શોધખોળ કરતા બે ખેતર દૂર મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પરીવાર ધ્રુસકેને ધ્રુસકે રડયું હતું. પરિવારના એક સભ્યનું મોત થયું હોય તેમ પ્રિન્સિની પણ અંતિમવિધિ કરી હતી.વન વિભાગે પાંજરું મુકવા તજવીજ હાથધરી છે. આવનાર સમયે આવી જ રીતે રખડતાં ઢોર કે નાના બાળકો જંગલી પશુઓનો શિકાર ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ સજાગ રહી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.