વડોદરા, તા.૮

શહેરના ગોરવા વિસ્તારમાં પંડયા બ્રિજ પાસે આવેલ જ્યોતિ કંપનીના યુરિનલ પાસે ફેણ તાણીને બેસેલા સાપને જાેઈને કામદાર ચોંકી ગયો હતો. આ અંગેની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને કરવામાં આવતાં સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને ત્રણ ફૂટના ઝેરી સાપ-કોબ્રાને રેસ્કયૂ કરીને વન વિભાગને સોંપાયો હતો.

ગોરવા વિસ્તારમાં આવેલ જ્યોતિ કંપનીમાં આજે સવારે એક કામદાર યુરિનલમાં ગયો હતો, ત્યાં દરવાજા પાસે ફેણ તાણીને બેસેલા સાપને જાેતાં ગભરાઈને જીવ બચાવી બહાર ભાગ્યો હતો. કંપનીમાં ઘૂસી આવેલા ઝેરી કોબ્રા સાપને જાેઈને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અંગેની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને કરવામાં આવતાં સંસ્થાના કાર્યકર રિનવ કદમ સ્થળ પર પહોંચી જઈને ત્રણ ફૂટના ઝેરી સાપને રેસ્કયૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.