ગાંધીનગર, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાની વિગતો બહાર લાવનારા આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી. જે અંગે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. ગાંધીનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવી દેવાનો આરોપ હેઠળ યુવરાજસિંહની ધરપકડ કરાઈ હતી. છેલ્લા ૧૭ દિવસથી ચાલતા વિદ્યા સહાયકની ભરતી અંગે ઉમેદવારોના આંદોલન અંતર્ગત ઉમેદવારો દ્વારા વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે મહિલાઓ સહિતના ઉમેદવારોની અટકાયત કરીને પોલીસ હેડક્વાટર ખાતે લઈ ગયા હતા. ત્યારે આંદોલનકારી નેતા યુવરાજસિંહ ઉમેદવારોને મળવા માટે ગાંધીનગર પોલીસ હેડકવાર્ટર ગયા હતા. ત્યારે યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના કારણે યુવરાજસિંહે પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે આરોપ મૂકીને ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાનમાં યુવરાજસિંહ દ્વારા પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં જ રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચૂડાસમા દ્વારા મીડિયાને જણાવાયું હતું. એટલું જ નહીં, યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુઓને એફએસએલમાં મોકલી અપાશે. આ દરમિયાનમાં ગાંધીનગર પોલીસ દ્વારા આજે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી ન હતી. જેના કારણે કોર્ટ દ્વારા યુવરાજસિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

યુવરાજસિંહને છળ કરીને પોલીસે પકડ્યો  આપ

યુવરાજસિંહ જાડેજા સાથે ગેરરીતિ કરીને ગંભીર ગુનામાં ધરપકડ કરવા બાબતે ‘આપ’ યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. યુવરાજસિંહ ઉપર ગાંધીનગર ખાતે ગંભીર કલમો લગાડીને યુવાનોના અવાજ ને દબાવાનો પ્રયાસ થયો છે, નિદંનીય અને વખોડવા લાયક છે. યુવરાજસિંહ ને દબવાવાવનો, ચીડવવાનો એમના ટિ્‌વટ્ટર એકાઉન્ટ હેક કરવાનો એમના રહેણાંક સ્થળે પરેશાની ઉભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ કરાયું છે. વિદ્યાસહાયકના સમર્થનમાં યુવરાજસિંહ ઉપર ખોટી રીતે ગેરરીતિ આચરીને અને ખોટી ૩૦૭ અને ૩૩૨ જેવી ગંભીર ખોટી કલમ લગાવીને જેલ ના પાછળ ધકેલી દેવાનું રાજકીય કાવતરું રચવામાં આવ્યું છે.