અમદાવાદ, તા.૨૮ 

અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. જોકે અનોખો વિરોધ એવો હતો કે વિરોધ કરવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે માસ્કનો ઉપયોગ કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે કરવામાં આવ્યો છે. પરંતુ વાલીઓએ માસ્કનો ઉપયોગ સ્કૂલ સંચાલકો સામે વિરોધ નોંધાવવા માટે કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ફી મામલે વાલીઓ વિરોધ કરી રહ્યા છે. પરંતુ શાળા સંચાલકોની દાદાગીરી યથાવત છે. લોકડાઉનના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. નાનાથી લઇ મોટા તમામ વર્ગના વેપાર ધંધા પર અસર પડી છે. ત્યારે મહિનાઓથી સ્કૂલ બંધ છે છતાં સ્કૂલો બેફામ બની છે અને વાલીઓને ફરજિયાત પુરી ફી ભરવા દબાણ કરી રહી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓએ શાળા સંચાલકો સામે મોરચો માંડ્‌યો છે. શાળા સંચાલકોની દાદાગીરી યથાવત રહેતા શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ મક્કમ જોવા મળી રહ્યા છે. અમદાવાદના વાલીઓએ અનોખો વિરોધ કર્યો છે. ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા કાળા કલરના માસ્ક પહેરી શાળા સંચાલકોનો વિરોધ શરુ કર્યો છે. વાલીઓએ માસ્ક પર “બસ હવે સ્કૂલ બંધ તો ફી બંધ”નું સ્લોગન લખ્યું.કાળા માસ્ક પહેરી વાલીઓ વિરોધ કરવા નીકળ્યા છે. વાલીઓ સ્કૂલ બંધ તો ફી બંધ સૂત્રોચ્ચાર કર્યા હતા.સ્કૂલ સંચાલકો સામે મોરચો ખોલ્યો છે.તમામ વાલીઓએ વિરોધ કરવા માટે માસ્કનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત વાલી એકતા મંડળ જયેશ પટેલે જણાવ્યુ હતું કે લોકડાઉનમાં સામાન્ય લોકોને પણ આર્થિક નુકસાન થયું છે.