અમદાવાદ-

શહેરમાં બહારથી આવતા વાહનચાલકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશનની નજીક જ પાર્ક એન્ડ રાઈડની સુવિધા ઊભી કરાશે. આ ર્પાકિંગ પ્લોટ્‌સમાં વાહન પાર્ક કરીને વ્યક્તિ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડનાં સ્થળોએ શટલ સર્વિસ, ઈ-બાઈટ, સાઇકલ શેરિંગ સિસ્ટમ વગેરે પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે. રિયલ ટાઈમ પાર્કિંગ ગાઈડન્સ, રેકોર્ડનું ધ્યાન, ફઈનાન્શિયયલ મેનેજમેન્ટ, મોનિટરિંગ વગેરે કરાશે. એપ દ્વારા વાહનચાલક આસપાસના પાર્કિંગ પ્લેસમાં ખાલી જગ્યા વિશે માહિતી મળશે. લોકલ અને રીજીઓનલ ફ્રેઈટ વ્હીકલની મુવમેન્ટમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે હેતુસર સર્વગ્રાહી ફ્રેઈટ મુવમેન્ટ પ્લાન તૈયાર કરાશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર થનારા આ પ્લાન અંતર્ગત શહેરમાં ફ્રેઈટ ટ્રાફિક મુવમેન્ટ માટે ચોક્કસ સમયગાળો અને ચોક્કસ રૃટ તૈયાર કરાશે અને ફ્રેઈટ પાર્કિંગ માટેના નિયમો નક્કી કરાશે.છસ્ઝ્ર દ્વારા તૈયાર કરાયેલી નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને ટુંક સમયમાં તેનો તબક્કાવાર રીતે અમલ કરાશે.

મ્યુનિ. દ્વારા નવી પાર્કિંગ પોલિસી અંગે પહેલાં નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવશે અને ત્યારપછી તેનો તબક્કાવાર અમલ કરાશે. નવી પાર્કિંગ પોલિસી અંતર્ગત કોમન પાર્કિંગ પ્લોટો માટે માસિક અને વાર્ષિક મંજૂરી અપાશે તેમજ રેસીડેન્શિયલ વિસ્તારોની આસપાસ સ્ટ્રીટમાં પાર્કિંગની છૂટ આપવા અંગે વિચારણા કરાઈ છે. છસ્ઝ્રની સ્ટેન્ડિંગ કમિટીએ સપ્ટેમ્બર મહિનામાં પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ મંજૂર કરીને તેને રાજ્ય સરકારને સુપરત કરી હતી અને વાહનની ખરીદી કરતાં પહેલાં પાર્કિંગની જગ્યા ધરાવવા અંગેનો પુરાવો રજૂ કરવાની શરત રદ કરવા સાથે સૂચિત પાર્કિંગ પોલિસીમાં એક સુધારો- ફેરફાર કરતાં શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો. રાજ્ય સરકારે છસ્ઝ્રની નવી પાર્કિંગ પોલિસી તા.૧૬ ઓક્ટોબરના રોજ મંજૂર કરી હોવાનું જાણવા મળે છે. શહેરમાં રોડ- રસ્તા માટે મર્યાદિત જગ્યા તેમજ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ સ્થળે પાર્કિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાર્કિંગ પોલિસી તૈયાર કરાઈ છે.

શહેરમાં આડેધડ પાર્કિંગ મોટી સમસ્યા બની છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોર્મિશયલ માર્કેટ, સર્વિસ સેક્ટરની ઓફ્સિ, કોર્પોરેટ ઓફ્સિ તથા રેસિડેન્શિયલ વિસ્તાર હોવાથી સવારે પિક અવર્સના સમયે તથા સાંજે ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાય છે. નવી નીતિ અનુસાર, ઓફ્સિ, શાળા, બેંકો, વ્યાવસાયિક પાર્ક, મોલ અને ઉદ્યાનોમાં પાર્કિંગની માગ સતત રહેતી હોય છે, જેને નિવારણ માટે પણ નવી નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર પરિવહન માટે પણ નિયમો નક્કી કરાશે. છસ્ઝ્ર દ્વારા ટ્રાફ્કિ અને પાર્કિંગનો સર્વે કરીને શહેરમાં હાઈ ડિમાન્ડ પાર્કિંગ રોડ, મિડિયમ ડિમાન્ડ પાર્કિંગ ઝોન અને લો ડિમાન્ડ પાર્કિંગ ઝોન મુજબ એરિયા લેવલના પાર્કિંગ પ્લાન બનાવાશે. હાઈ ડિમાન્ડ પાર્કિંગ ઝોનમાં આશ્રમ રોડ, સી.જી રોડ, ૧૨૦ ફૂટ રિંગ રોડ તથા કોટ વિસ્તારના મુખ્ય રોડ વગેરે હશે. મિડિયમ ડિમાન્ડમાં પાર્કિંગ રોડમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ, એસજી હાઈવે વગેરે જેવા રસ્તાનો સમાવેશ કરાશે, જ્યારે લો ડિમાન્ડ પાર્કિંગ રોડમાં એસ.પી રિંગ રોડની આજુબાજુના વિસ્તારો, સોસાયટીઓના ઈન્ટર્નલ રોડ વગેરે રહેશે.