પાવીજેતપુર,તા.૧૧

છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે અતિભારે વરસાદને પગલે તમામ નદી-નાળાં છલકાઈ ગયાં છે, ત્યારે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે. ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં દેખાય છે કે માત્ર ૫ સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.