અમદાવાદ-

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આ આંશિક લોકડાઉન 28 મે સુધી લગાવવામાં આવ્યું છે. જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે. ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આવતીકાલથી ગુજરાતમાં આંશિક અનલૉક વિશે મહત્વની જાહેરાત પીપાવાવ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ છે. હવે અહીં વેપારીઓ મર્યાદિત સમય માટે પોતાની દુકાનો ખોલી શકશે.