વાઘોડિયા/વડોદરા : પારૂલ યુનિવર્સીટીમા પીએચડીનો અભ્યાસ કરતી૩૩ વર્ષીય પ્રોફેસરપર ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલ નવજ્યોત ત્રિવેદીએ બ્લેકમેલીંગ કરી ધાક ધમકી આપી વડોદરા બાયપાસપર કારમાં તેમજ દિલ્હીમાં સેમિનાર દરમિયાન કેફિપીણુ પિવડાવી બેભાન અવસ્થામા દુષ્કર્મ આચર્યું હોવાની વાઘોડિયા પોલીસ મથકે ફરીઆદ નોંધાતા રાજ્ય છોડી ફરાર થયો હોવાનુ સામે આવ્યું છે.

પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લાં એક વર્ષથી આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલાએ પારૂલ યુનિવર્સિટીના ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજાેત ત્રિવેદી પર દુષ્કર્મના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાવી છે. પારૂલ યુનિ.મા સાથે ફરજ બજાવતા એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ડૉ. નવજ્યોત ત્રિવેદીએ કારકીર્દિ બનાવી આપવાના પ્રલોભન આપી અવાર નવાર પોતાના કેબીનમા બોલાવી મહિલા આસી. પ્રોફેસરને વિશ્વાસમા લઈ પીએચડીની ડિગ્રીમા સારા માર્કસ બનાવી આપવાની ખાત્રીઆપી ફક્ત કોમન મિત્ર બનાવી શારીરીક સુખ નથી જાેઈતુ કહિ વાતોમા ભેડવી હતી. ત્યારબાદ વિશ્વાસમા લિઘાબાદ મોબાઈલ ચેંટીંગ, વિડીયો , ફોટા વગેરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી સાથે વાયરલ કરી બ્લેકમેલીંગ ડૉ. નવજ્યોત ત્રિવેદીએ કરતા હતા . ત્યારબાદ બિભત્સ માંગણીઓ કરી ફોટા અને વોટ્‌સએપ ચેટ પોતાની ઓળખીતી અન્ય છોકરીઓ ધ્વારા વાયરલ કરવાની ઘમકી આપી બ્લેકમેલીંગ શરુ કર્યુ હતુ.સાથે ફરજમાંથી છૂટી કરી કારકિર્દી ખતમ કરી દેવાની ધમકીઓ આપતો હોવાનો ફરીયાદમા મહિલાએ ઊલ્લેખ કર્યો છે.

પારુલ યુનીવર્સીટીએ પણ વિમેન્સ ગ્રીવન્સીસસેલ એટલેકે સુપ્રીમ કોર્ટના આદેશથી કામ કરવાના સ્થળોએ મહિલાઓની કરાતી જાતીય સતામણી માટે કમીટી બનાવવી જાેઈએ આ કમીટીએ પણ પોલીસ ફરીઆદ માટે પહેલ કરી નથી. અને આ તમામ ઘટના પર ઢાંકપિછોડો કરવા માટે બંનેનો પર્સનલ મામલો હોય જેમા નોકરીએ રાખતા યુનીવર્સીટી બદનામ થાય તે માટે આ બંન્નેને તપાસ સમિતિએ કોલેજમાંથી હાકી કાઢી સંતોષ માન્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર પ્રિન્સિપાલે વાઘોડિયા પોલીસ માં પ્રિન્સિપાલ સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વાઘોડિયા પીએસઆઇએ આખી ઘટના પર ઢાંકપિછોડો કરી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું કહિ શરમજનક રીતે વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.વાઘોડિયા પોલીસની શંકાસ્પદ ભુમીકાને લઈ આખરે મામલો ઉચ્ચકક્ષાએ પહોંચતા તાત્કાલિક પ્રોબેશન મદદનીશ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાએ ભોગ બનનારમહિલા પ્રોફેસરનાનિવેદન અને પુરાવાના આધારે પ્રિન્સીપાલ નવજ્યોત ત્રિવેદી સામે ગુનો નોંધ્યો હતો.

દિલ્હીમાં થયેલા બળાત્કારની આઇવીટનેસનું ૧૬૪ મુજબ નિવેદન લેવાશે ઃ પોલીસ

પ્રો. મદદનીશ અધિક્ષક પોલીસ જગદિશ બાંગરવાએ કહ્યું કે ડોક્ટર નવજાેત ત્રિવેદીને પકડવા માટે એલસીબીને સૂચના અપાઇ છે. ફરિયાદ નોંધ્યા બાદ આરોપી રાજ્ય બહાર ભાગી ગયો છે. મોબાઈલ લોકેશન ટ્રેસ કરી તેના આધારે ટૂંક સમયમાં આરોપીની અન્ય રાજ્યમાંથી ધરપકડ કરવામાં આવશે.ભોગ બનનાર મહિલા પ્રોફેસરને મેડિકલ ચેકઅપ માટે એસએસજીમા મોકલવામા આવ્યા છે. પરંતુ રજાના કારણે સોમવાર એટલેકે આજે તેનુ મેડિકલ ચેકઅપ હાથ ઘરાશે.તપાસ દરમ્યાન દિલ્હિમા સેમીનાર સમયે દુષ્કર્મની ઘટનામા આઈ વિટનેસ મળી આવેલ છે જેનુ ૧૬૪ મુજબ નિવેદન નોંઘવામા આવશે. ભોગ બનનારનુ ૧૬૪ મુજબનુ નિવેદન મેડિકલ ચેકઅપ બાદ મંગળવારે નોંઘવામા આવશે. દુષ્કર્મ સમયે પહેરેલા કપડા ફરીઆદીએ છેલ્લા એક વર્ષમા અનેકવાર ધોયા હોવાનુ કહિ રહ્યા છે.તેથી પુરાવા મેળવવા કઠિન છે. આખી ઘટનામા ઠોસ પુરાવા મળી નથી રહ્યા.