પાટણ-

શહેર સહિત જિલ્લામાં ગત મોડીરાત્રીથી મેઘતાંડવ શરૂ થતાં શહેરમાં ઠેર-ઠેર બેથી ત્રણ ફૂટ પાણી વહેતા થયા છે. વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડતાં લોકો ઘરોમાં જ મજબૂર બન્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અવિરત પડી રહેલા વરસાદે શનિવારની રાત્રીથી ધોધમાર વરસવાનું શરૂ કરતા પાટણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.પાટણમાં ભારે વરસાદને પગલે બજારોમાં પણ સન્નાટો છવાયો છે. જ્યારે નીંચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. બીજી તરફ પાટણ શહેરનું આનંદ સરોવર ઓવરફ્લો થતા તેનું પાણી આસપાસની સોસાયટીઓમાં ફરી વળ્યું છે.