પાટણ-

પાટણ શહેરમાં અને જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઈરસના એક સાથે 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આમ્રકુંજ સોસાયટી, નવજીવન સોસાયટી, ગણેશ નગર સોસાયટી, રાજમણી સોસાયટી અને શ્યામ વિલા સહિતની સોસાયટીમાં કોરોનાના એક એક કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાલુકાના ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં 5 કુણઘેર,બાલીસણા,સબોસણ, અને ખાનપુરમાં એક એક કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં વધુ 42 કેસ સાથે કુલ આંક 3740 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં 18 કેસ સાથે કુલ 1222ની સંખ્યા થઈ છે. હાલમાં શંકાસ્પદ 391 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે 292 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3314 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તો તે વ્યક્તિઓના મોત થયા છે. પાટણ શહેર સહિત જીલ્લામાં ગુરુવારે કોરોનાના એક સાથે 42 કેસ પ્રકાશમાં આવતાં કુલ કેસોની સંખ્યા 3740 થઈ છે. જ્યારે પાટણ શહેરમાં 18 કેસ સાથે કુલ આંક 1222 પર પહોંચ્યો છે. જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.