જુનાગઢ  શનિવારના જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે નાતાલના દિને તેમજ અટલબિહારી વાજપેટીના જન્મદિને ૪૦ વિઘા જમીનમાં પથરાયેલી છે જેમાં ખેડુતો માટે વિશેષ સુવિધા આપવા કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જે રૂા.૮ કરોડના ખર્ચે બનનાર આ ભવનનું ખાતમુહૂર્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સાથે યોજાયેલી ખેડુતની શિબિરના પ્રારંભે યાર્ડના ચેરમેન કીરીટ પટેલે સ્વાગત કર્યુ હતું. એકી સાથે ૨૦૦ ખેડુતો રોકાઈ શકે તેવી વ્યવસ્ત સાથેનું કૃષિ ભવન બનાવાશે, ખેડુતોને સરકારી યોજનાનો લાભ મેળવવા સાથે કૃષિ ભવનમાં ખેડુતો સામાજીક પ્રસંગો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ખેતીની સાથે દૂધ ઉત્પાદન થકી શ્વેતક્રાંતિ લાવવા મહિલાઓનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતનું ભવિષ્ય બહેનોના હાથમાં છે જેનાથી ગુજરાત સમૃધ્ધ થશે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે.

દેશ દુનિયાનું પોષણ જગનો તાત ખેત જ કરે અનાજ પકાવી કરી રહ્યો છે. ખેડુતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ કચાસ રાખશે નહીં ખેડુતોના પાકને નુકશાન કરતા રખડતા ઢોર રાજડાનો ત્રાસ દુર કરવા આવનારા દિવસોમાં યોજના અમલી કરાશે. ખેડુતો પોતાના હકક અધિકારો મેળવવા પ્રતિબધ્ધ રહે અને વર્તમાન સરકાર ખેડુતોના હીત માટે તમામ પગલા ભરશે. પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા એ ફરતી અને પ્રકૃતિનું જતન કરવા ખેડુતોને આહવાન કરતા કહ્યું હતું કે ખેતીને સમૃધ્ધ બનાવવી તે ઈશ્વરીય કાર્ય છે ખેડુતોએ કોઈ ઉપર આધારીત રહેવાના બદલે જાતે ખેતી કરવાનો સમય પાકી ગયો છે.

કુલપતિએ સમારોહમાં ભાજપનો ખેસ પહેરતા વિવાદઃ કોંગ્રેસની ડીસમીસ કરવા માંગ

જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલા ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝાફડીયા સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલ મેગા ખેડુત શિબિરમાં જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. નરેન્દ્રકુમાર કે. ગોંટીયા સ્ટેજ ઉપર બેઠા હતા તેઓએ પણ સી.આર. પાટીલના ફોટા વાળો ખેંચ ગળે પહેર્યો હતો. અન્ય પદાધિકારીઓની સાથે તેઓ પણ ખેસમાં સજજ હતા તેની ચર્ચા જાગી હતી. આ બાબતે શહેર કોંગ્રેસ મહામંત્રી બી.ટી. ગીડાએ ભાજપનો ખેસ પહેરનાર જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિને ડીસમીસ કરવા કૃષિ વિભાગના અગ્રસચિવને રજુઆત કરી છે.