સુરત,તા.૨૯ 

ગુજરાત એટીએસ દ્વારા ૨૪ જુલાઈના રોજ પથ્થરગડી ચળવળના ગુનામાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં હતી. આ કેસમાં તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓએ ગુજરાતમાં છ જગ્યાએ પથ્થરો ગાડ્યા હોવાના પુરાવા સામે આવ્યા છે. આ રીતે પથ્થરગડી ચળવળ મામલે એટીએસની તપાસમાં મોટા ખુલાસા થયા છે. પથ્થરગડી એ આદિવાસીઓની એક પરંપરા છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ ગુજરાતમાં પથ્થરગડી મૂવમેન્ટની શરૂઆત કરી દીધી હતી.

આ અંગેના પુરાવા પણ મળી આવ્યા છે. આરોપીઓએ ગુજરાતમાં છ જગ્યાએ પથ્થર નાખ્યા હતા. જેમાં ભરૂચ, કવાંટ સહિત ૬ જગ્યાએ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ રૂ. ૧૦૦૦, ૧૨૦૦ કરીને લાખો રૂપિયા ભેગા કર્યા હતા. આ ફન્ડિંગનો ઉપયોગ ચળવળ માટે કરવાના હતા. ધરપકડ કરાયેલા ત્રણેય લોકોએ આ વિસ્તારોમાં અનેક લોકોને પથ્થરગડી ચળવળમાં જાેડવા માટે બેઠકો પણ કરી હતી. બીજું કે અનેક લોકો આરોપીઓ સાથે જાેડાયા હોવાની શકયતા પણ નકારી શકાય નહીં. પોલીસ આ લોકોના સંપર્કમાં રહેલા લોકોને નિવેદન માટે બોલાવશે.

આ લોકો ઝારખંડમાં પણ અનેક લોકો સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસમાં અન્ય મોટા ખુલાસા સામે આવી શકે છે. બીજા લોકોની પણ પૂછપરછ થઈ શકે છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારત પૂરતો મર્યાદિત નક્સલવાદ હવે ગુજરાતમાં માથું ઊંચકી રહ્યો છે.