ગીરસોમનાથ-

જિલ્લાના 6 તાલુકાઓ વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને ગીરગઢડા વિસ્તારમાં પ્રતિવર્ષ કરતાં આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. દર વર્ષે 80થી 90 હેક્ટર આસપાસના વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હતું. જેના બદલે આ વર્ષે 1,02,839 હેક્ટર 1.2.839 વિસ્તારમાં વાવેતર કરાયું છે. આ સાથે જ સમયાંતરે વરસાદ આવશે, તો ગત વર્ષની નુકસાની ભરપાય થવાનું ખેડૂતો માની રહ્યા છે.

જિલ્લામાં દરવર્ષે એક લાખ હેક્ટર આસપાસ મગફળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે 1.5.839 હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ વિસ્તારની જમીનની સાનુકુળતાના કારણે મગફળી સારી થાય છે. જિલ્લામાં મગફળીની સાથે સાથે કપાસ, સોયાબીન અને શાકભાજીનું પણ વાવેતર કરાયું છે.