દિલ્હી-

કૃષિ કાયદા સામે દેશમાં ખેડુતોનું આંદોલન વધી રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કર્યો છે

.પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને લગભગ ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો, ખેડૂતો પર કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી અને તેમનું સન્માન પાછું આપવામાં આવ્યું હતું. પદ્મવિભૂષણ પરત ફરતા પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, 'હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુર્બાન કરવા બીજું કંઈ નથી અને હું જે કાંઇ પણ છુ તે ખેડુતોના લીધે જ છુ આવી સ્થિતિમાં જો ખેડુતોનું અપમાન થાય છે, તો પછી કોઈપણ પ્રકારનો આદર રાખવાનો કોઈ ફાયદો નથી. '

પ્રકાશસિંહે બાદલે લખ્યું છે કે, જે પ્રકારનું છેતરપિંડી ખેડુતો સાથે કરવામાં આવી છે, તેનાથી તેઓને ઘણું નુકસાન થયું છે. ખોટી દ્રષ્ટિકોણથી જે રીતે ખેડૂત આંદોલન રજૂ કરવામાં આવી રહ્યું છે તે દુ:ખદાયક છે. માત્ર પ્રકાશસિંહ બાદલ જ નહીં, પણ અકાલી દળના નેતા સુખદેવસિંહ ઢીંઢસા હવે ભારત સરકારને તેમના પદ્મ ભૂષણ પરત ફરશે.