વડોદરા

વડોદરાની ટૂંકી મુલાકાતે રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં હાજરી આપવાને માટે આવેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશકુમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. એની સાથોસાથ તેઓએ એક માસથી ચાલી રહેલા કિસાન આંદોલનને રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું. તેમજ ઉમેર્યું હતું કે, કિસાન આંદોલન અલગતાવાદીઓનો અડ્ડો બનતું જાય છે. આ ઉપરાંત દેશમાં કોંગ્રેસ હવે વિલુપ્ત થવાનાં આરે છે એમ જણાવીને કોંગ્રેસ સમયસર સમજી જાય તો સારું એમ કહીને કોંગ્રેસના આગામી દિવસોનો અણસાર આપ્યો હતો. એ સિવાયએઆઇએમઆઇએમ પર પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એ મુસલમાનો માટે ખતરો છે. એના કર્તાહર્તા ઔવેસી મુસલમાનોને મુખ્ય પ્રવાહથી ભટકાવી રહ્યાં છે. ઔવેસીએ આજદિન સુધી લોકોને જાેડનારું ભાષણ કર્યું નથી. ઔવેસીનાં ભાષણો લોકોમાં ભાગલા પાડનારા હોય છે.જેને લઈને ઔવેસીને ધર્મની રાજનીતિ કરનાર વ્યક્તિત્વવળી વ્યક્તિ તરીકે લેખાવ્યા હતા. જેને પ્રજા કદી સાથ આપશે નહિ એમ ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકારે કિસાનોના આગેવાન સાથે આઠ રાઉન્ડ ચર્ચા કરી છે પરંતુ હાલમાં કિસાન આંદોલન રાજનીતિક ચુંગાલમાં ફસાઈ ગયું છે એટલું જ નહીં અલગાવવાદી તત્વોનો અડ્ડો બની ગયો છે અને કિસાનોને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વડોદરા ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ પંચ દ્વારા યોજાયેલા કોરોના વોરિયર્સના સન્માન બાદ આરએસએસના અગ્રણી ઇન્દ્રેશકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૧૮ વર્ષ પહેલા રાષ્ટ્રીય મુસ્લિમ પંચની રચના કરવામાં આવી હતી અને તેમાં મુસ્લિમ સમાજે પણ રામમંદિરની તરફેણમાં રજૂઆત કરી છે. ૮૦૦૦૦૦ મુસ્લિમ લોકોએ હસ્તાક્ષર કરીને રાષ્ટ્રપતિનો આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કાશ્મીરના અલગાવવાદી નેતાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે જાે તેઓ ચીન અને પાકિસ્તાનની તરફેણ કરે છે. તો એવો એ ત્યાં જઈને રહેવું જાેઈએ. મુસ્લિમ નેતા ઓવેસીની ટીમ મુસ્લિમ સમાજમાં ખતરારૂપ છે કોંગ્રેસ જાે એમ કહેતી હોય કે ઓવેસીની ટીમ ભાજપની બી.ટીમ છે. તો કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે. કોંગ્રેસની નિતીની જેમ જ ઓવેસિની ટીમ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહી છે. જે મુસ્લિમ સમાજ માટે ખતરો છે.