વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણના અંશોના વીડિયો રેકાર્ડિંગને એડિટ કરી એમના પદપ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર મુખ્યમંત્રીની સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરી એડિટિંગ દ્વારા સ્પીચનો જુદો જ અર્થ નીકળે અને હાંસીને પાત્ર ઠરે એવી વીડિયોકલીપ વાયરલ થતાં સાયબર ક્રાઈમે ગંભીર નોંધ લીધી હતી. ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં આવા વીડિયો ફેસબુક ઉપર પ્રદીપ ભોળાનાથ કહાર અને ઈન્સ્ટાગ્રામ આઈડી ડી.જે. આદિ ઓફિશિયલ ઉપરથી વાયરલ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના ફાયફ્રેન્સીને બનાસકાંઠાના બટાકાના ઉપયોગથી બનાવશે એવો અર્થ નીકળતો હોવાથી વિજય રૂપાણીની પદપ્રતિષ્ઠાને નુકસાન થતું હતું. પોલીસે આવા વીડિયો અપલોડ કરનાર પ્રદીપ ભોળાનાથ કહાર રહે. કહાર મહોલ્લો, કાકાબસાહેબનો ટેકરો, દાંડિયા બજારને ઝડપી પાડી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.