અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે કોરોના યુગ દરમિયાન લોકો-નેતાઓના ગેરવાજબી વર્તનનું નિરીક્ષણ કર્યું હતું અને વર્તનની સાથે સામાજિક અંતરના ઉલ્લંઘન અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ માસ્ક ન પહેરતા લોકો અને રાજકારણીઓ સામે કડક કાર્યવાહી કરો અને દંડ વસૂલ કરો. 

રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા વારંવાર રેલીઓ અને કાર્યક્રમો યોજી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સીએમ વિજય રૂપાણીએ નેતાઓ દ્વારા માસ્ક ન પહેરવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નોંધપાત્ર છે કે સીએમ રૂપાણીએ જણાવ્યું કે અમે માસ્ક પહેરવાના આગ્રહી છીએ. સીએમ રૂપાણીએ જણાવ્યું કે અમે માસ્ક પહેરવાના આગ્રહી છીએ ત્યારે તેમણે નેતાઓને ટકોર કરતા કહ્યું કે માસ્ક પહેરવા મુદ્દે રાજકીય નેતાઓની વધુ જવાબદારી બને છે. સાથે સાથે વધુમાં જણાવ્યું કે કોઇ પણ નેતા કાયદાથી પર નથી. ઉલ્લેખનીય છે કે સીએમે જણાવ્યું કે નેતાઓ સ્વંય માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે.