વડોદરા : તૌકતે વાવાઝોડની અસર શહેર અને જીલ્લામાં પણ જાેવા મળી રહી છે.અને ગઇકાલથી જાેરદાર પવન સાથે વરસાદ પણ પડી રહ્યો હોઇ આ વાતાવરણને પગલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગામની શાળાના આચાર્યોને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપી છે. આ વાતાવરણને કારણે જાેરદાર વરસાદ પડે અને વરસાદથી કેટલોક વિસ્તાર ગંભીર રીતે પ્રભાવિત થઇ શકે તેમ હોઇ જીલ્લા શિક્ષણાધિકારીએ બચાવની પૂર્વ તૈયારી તેમજ સાવચેતી અને સલામતીના પગલાની પૂર્વ તૈયારીના ભાગરુપે ગામના કે શહેર નજીકના સ્થાનિક તંત્ર, સરપંચ કે તલાટી કમ મંત્રી સાથે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને સંકલન કરીને હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપી છે. આ સાથે જરુર પડયે સલામત આશ્રયસ્થાનો માટે તાત્કાલિક શાળાના મકાનો ઉપલબ્ધ કરાવવા તેમજ શાળામાં પીવાના પાણીની તથા હયાત સંશાધનો સહિત સેનીટેશનની અને જરુરી તમામ આનુસાંંગિક વ્યવસ્થા કરવા અને શાળાઓમાં હાજર રહેવા તાકીદ કરી છે.