અમદાવાદ, ગુજરાતના સ્થાપના દિવસથી ૧૮ જિલ્લામાં રસીકરણ શરુ કરાયું છે. ૧૮વર્ષથી ઉપરના લોકોને રસી અપાઇ હતી. કોર્પોરેશન ઘ્વારા ફળવેલી સ્કૂલો કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટર જેવી જગ્યાઓ પરથી રસીઆપવામાં આવી હતી જેમાં કેટલાક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. રસીકરણના પહેલા દિવસે યુવાનો રસીકરણ જગ્યા પર પહોચયા ત્યારે અનેક જગ્યાઓ પર સિસ્ટમ ખોરંભે ચડી હતી જેમાં રજીસ્ટ્રેશન અને સોફ્ટવેરના કેટલાક પ્રોબ્લેમ જાેવા મળ્યા હતા તો બીજી તરફ રસી બાદ દરેક વ્યક્તિને ૩૦ મિનિટ ઓબ્જાર્વેશનમાં રાખવામાં આવે છે તે પણ યંગસ્ટર્સને રાખવામાં આવ્યા નહોતા કેં ના તેમના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈને કઈ તકલીફ થાય તો પણ સગવડ નહોતી.

રસીકરણમાં કેટલાક કેન્દ્રો પર રજીસ્ટ્રેશન પણ કેન્સલ કરી દીધા હતા તો યુવાનોને પાછા જવાનો સમય આવ્યો હતો ત્યારે આજે સાબરમતી શાળા નંબર ૭મા રસી માટે આવેલા યુવક જગદીશ એ કહ્યું હતું કે રસીકરણ માટે થોડી પ્રક્રિયા સરળ કરવી જાેઈએ જેથી તમામ લોકો રસી લઈ શકે. રજીસ્ટ્રેશન મરજિયાત કરવું જાેઈએ જેથી તમામ યુવકો રસી લઈ શકે તો બીજા યુવક મંદાર એ કહ્યું હતું કે કોરોના ના સમયમાં રસી ખૂબ જ જરૂરી છે અને યુવાનોએ ખાસ લેવી જાેઈએ કારણકે એમના ઉપર જ તમામ જવાબદારી છે સેફ અને હેલ્થી રેવા માટે રસી જરૂરી છે.