વડોદરા : કોરોનાની રસીનો સ્ટોક નહીં હોવાથી વડોદરા પાલિકા દ્વારા ૪૫ થી વધુ ઉંમરવાળાને રસી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. જાે કે, આજે ૩૦ હજાર ડોઝ આવી જતાં આવતીકાલથી ૩૭ કેન્દ્રો પર ૪૫થી વધુ વયના લોકોને રસીકરણ ફરી શરૂ કરવામાં આવશે. આજે ૧૮થી ૪૫ વર્ષની વયના ૩૬૯૧ને રસી આપવામાં આવી હતી.

વડોદરા પાલિકાને ૪પથી વધુ વયના લોકો માટે ફાળવવામાં આવેલ રસીનો સ્ટોક ખૂટી પડતાં બે દિવસ આ વયના લોકોને રસી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જેના પગલે રસીનો પ્રથમ અને બીજાે ડોઝ લેવા માટે આવેલા લોકો અટવાઈ ગયા હતા. આજે રસીકરણ બંધ છે તેવા બોર્ડ પણ સેન્ટરો પર લટકતા જાેવા મળ્યા હતા. જાે કે, ૧૮થી ૪૫ વર્ષની વયના લોકો માટે રસીકરણ ૩૮ સેન્ટરો પર ચાલી રહ્યું છે. દરમિયાન આજે ૪૫થી વધુ વયના લોકો માટે રસીના ૩૦ હજાર ડોઝ પાલિકા પાસે આવી જતાં આવતીકાલથી શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૭ સેન્ટરો પર ફરી રસીકભરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી છે જ્યારે ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકો માટે ૩૮ સેન્ટોર પર રસીકરણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આજે ૧૮થી ૪૫ વચ્ચે ૩૬૯૧ને રસી આપવામાં આવી હતી. આમ અત્યાર ુસધી આ વયના ૩૧,૩૬૩ને રસી આપી દેવાઈ છે. સરકાર દ્વારા આ વયના લોકો માટે રસીના પ૦ હજાર ડોઝ ફાળવવામાં આવયા છે જેમાંથી ૩૧,૩૬૩ને રસી આપી દેવાઈ છે. આમ હવે ૧૮,૬૦૦ જેટલી રસી ઉપલબ્ધ છે જે તા.૧૦મી સુધી શહેરના વિવિધ ૩૮ સેન્ટરો પર આપવામાં અવશે. ઉલ્લેખનીય છે કે ૧૮થી ૪૫ વયના યુવાઓએ રસી લેવા માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો.