વડોદરા, તા.૪

કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના તેમજ ૬૦ વર્ષથી વધુ ઉમરના અને હેલ્થવર્કર અને ફ્રેન્ટલાઇન વર્કરને કોરોનાની રસી આપવાની કાર્યવાહી ચાલુ છે પરંતુ વડોદરામાં જે રસીનો સ્ટોક ફાળવવામાં આવ્યો હતો તે ખુટી પડતાં ૪૫ વર્ષથી વધુ ઉંમર વાળાને આજથી રસી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. જાેકે આવતી કાલે રસીના ૩૦ હજાર ડોઝ આવી જસે જેથી પરમ દિવસથી ફરી રસી આપવાની શરૂઆત થશે. આજે ૧૮ થી ૪૫ વર્ષની વયના ૭,૩૦૦ નાગરિકોને રસી આપવામાં આવી હતી.

કોરોના સામે સુરક્ષા કવચના ભાગરૂપે રસીકરણ અભિયાન અંતર્ગત વડોદરામાં ૪૫થી વધુ ઉંમરના લોકોને ૧૦૦થી વધુ સ્થળે રસી આપવામાં આવતી હતી. જેમાં અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જાેકે સરકાર દ્વારા ૪૫ થી વધુ વયના લોકો માટે ફાળવવામાં આવેલા ડોઝ પૈકી સોમવારે સાંજે રસીકરણ બાદ ૨,૭૦૦ ડોઝ બાકી રહેતા જ્યા સુધી પુરતો સ્ટોક નહીં મળે ત્યા સુધી રસીકરણ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરવાળા નાગરિકો માટે રાજ્ય સરકારે વડોદરાને ૫૦ હજાર ડોઝ ફાળવ્યા છે. શરૂઆતમાં આ ઉંમરવાળા લોકો માટે ૭૬ સેન્ટરો પર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ગઇકાલથી ૩૮ સેન્ટરો પર રસી આપવામાં આવી રહી છે અને સેન્ટર દીઠ ૧૦૦ નાગરિકોને રસી આપવામાં આવે છે આજે આ વ્યવસ્થા થતા ૭,૩૦૦ નાગરિકોને રસી આપવામાં આવી હતી. આમ અત્યાર સુધી ૨૭,૫૭૨ને રસી આપી દેવાઇ છે.

આજે ૪૫થી વધુ વયના નાગરિકો રસીનો બીજાે ડોઝ લેવા સેન્ટરો પર ગયા હતાં જ્યાં આજે કોઇ રસીકરણ સગ નથીના બોર્ડ વાંચીને પાંછા જવું પડ્યું હતું. મ્યુનિ.કમિશ્નર પી.સ્વરૂપે જણાવ્યું હતું કે, આવતીકાલે ૪૫ થી વધુ વયના નાગરિકો માટે રસીના ૩૦ હજાર ડોઝ આવી જશે જેથી તા.૬ એટલે પરમ દિવસથી ફરી ૪૫ થી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવામાં આવશે.

જાેકે ૧૮થી ૪૫ વર્ષની વયના નાગરિકો માટે ફાળવવામાં આવેલ ૫૦ હજાર ડોઝ પૈકી ૨૭,૫૭૨ ડોઝ આપવામાં આવ્યા છે. હવે ૨૨,૫૦૦ જેટલા ડોઝ છે ત્યારે તા.૧૦ સુધી વધના લોકો માટેનું રસીકરણ અભિયાન પણ અટવાય તેવી શક્યતા છે.