જૂનાગઢ, સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર લોકોનાં પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહાય જાહેર કરાય છે. અને અનેક લોકોને સહાયની ચૂકવણી પણ થઈ ચૂકી છે. જાે કે, ફોર્મમાં કોઈ અપડેશનને લઈ જૂના ફોર્મ ન સ્વિકારાતા હોય. જેથી લોકોને ફરી નવા ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવા જવું પડી રહ્યું છે. ત્યારે જ અમુક લોકોએ સોશ્યલ મિડીયામાંથી મેળવેલું ફોર્મ પણ ચાલતું નથી. ત્યારે જ કેશોદની વાત કરીએ તો લોકો કેશોદ મામલતદાર કચેરીએથી ફોર્મ લાવ્યા હતા. જાે કે, નવું અપડેશન આવતા તાલુકા હેલ્થ ઓફિસે ફોર્મ સ્વિકારાયા ન હતા. અને નવા ફોર્મ ભરવાની નોબત આવી હતી. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસરે કહ્યું હતું કે, આવા પ્રકારનાં ફોર્મ મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ ઓફિસ તેમજ વેબસાઈડ પરથી મળશે. આ માટે આરપીટીપીસીઆર અને એન્ટીજન રિપોર્ટ હોવો જરૂરી છે. જ્યારે જાે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય. તો ૪ નંબર અને સારવાર દરમિયાન કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ૪-એ ફોર્મ જાેડવું ફરજીયાત છે. જાે કે, સીટીસ્કેન રિપોર્ટ માન્ય રખાતો નથી. જ્યારે બીજી બાજુ ૨૭ કોરોના દર્દી જે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને સહાય મળવા પાત્ર છે. તેમનું લીસ્ટ તાલુકા કચેરીએ પહોંચી ગયું છે. જાે કે, હાલમાં જે ફોર્મ સ્વિકારાય છે. તેમને પણ ઠરાવ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.