અરવલ્લી,નનાનપુર,તા.૨૭ 

લોકડાઉનના કારણે સરકારે સૌ કોઈ માટેની અનાજ યોજના અંતર્ગત લોકોને પંડિત દિનદયાળ ભંડાળો તેમજ સસ્તા અનાજની દુકાનો પરથી વિના મુલ્યે અનાજ સહિતના જથ્થાની વહેચણી કરવાની કામગીરી શોશ્યલ ડીસ્ટન્સ અને સરકારની માર્ગદર્શનની માર્ગદર્શિકા પ્રમાણે અનાજના લાભાર્થીઓ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વર્તન કરીને સંક્રમણ ન થાય કે ફેલાય તે પ્રમાણે શોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરીને લાભ લેવાના અને દુકાનદારોએ વહેંચણી કરવાની હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતેની સેવા સહકારી મંડળી સંચાલિત પંડિત દીનદયાળ બંગાળ સસ્તા અનાજની દુકાને તાજેતરમાં અનાજ વિતરણ વ્યવસ્થા વખતે સરકારના નિતિ નિયમોમોનો સદંતર ભંગ અને શોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી માસ્ક સિવાય તેમજ વહેંચણી કરનારા પણ નિયમોનો છેદ ઉડાડતા અહીં કોરોનાને સામેથી નિમંત્રણ આપવાના કાર્યક્રમ જેવો માહોલ સર્જાયો હતો. વજનમાં ઓછુ અનાજ અપાતું હોવાની ફરીયાદો પણ સાંભળવા મળતી હતી. શોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને સરકારના નિયમોનું પાલન કરનાર એક યુવાને સૂચન કરતાં તૂ.તૂ.મૈ મૈં થતાં કોઈકના ઈશારે ટોળું આ લાભાર્થીની પાછળ પડતા આ યુવાન લાભાર્થી જીવ લઈને ભાગી ગયો હોવાનું ગામના લોકોમાંથી જાણવા મળ્યું હતું જો કે આ લાભાર્થી પણ આ અસલામતી અને આ વ્યવસ્થા સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારે અને તંત્રએ આ વ્યવસ્થા સુધારવા યોગ્ય કરવું જોઈએ.ગામડાઓમાં અનાજ વિતરણ વ્યવસ્થા વખતે પૂર્ણ પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ. આ અગાઉ ગરીબ રેશનકાર્ડધારકોને અનાજ વિતરણ કરતી વખતે દુકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાતો હતા. તેનું વહીવટી તંત્રએ પુનઃ અમલ કરાવવો જાેઇએ.