રાજકોટ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના પાયામાં કાર્યકર છે. આપ સૌમાં વિશ્વાસ છે અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જન સેવામાં સમર્પિત છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવીએ. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે છેવાડાના લોકોની સેવા કરવી અને શહેરોમાં જેવી સુવિધા છે તેવી સુવિધા ગામડાં માં પણ આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ તાઉતે વાવાઝોડા માં પણ સરકારે મદદ કરી છે તેમ જણાવીને હવે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ખેડૂતોને જણાવી માર્કેટ માટે પણ વ્યવસ્થા કરીશું તેમ જણાવી અંતમાં મુખ્યમંત્રીએ નવા વર્ષમાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા ભાજપના પદાધિકારીઓ ,નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અને પુષ્પમાળા સાથે સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યકર્તાઓને-નાગરિકોને પણ મળ્યા હતા. ઉના ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગામડાઓમાં સુવિધાઓ વધે તે માટે અભિયાન હાથ ધર્યું છે. સેવા સેતુ ના કાર્યક્રમ થકી ૫૭ જેટલી સેવાઓ લોકોને ઘરઆંગણે મળી રહી છે. પ્રદેશ મહામંત્રી ઝવેરભાઈ ઠકરારે નવા વર્ષમાં નાના- મોટી રહેલી ક્ષતિઓ દૂર કરી, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૪૦ જેટલી અમલી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર ભાવના સાથે સૌને રાખીને ચાલનારી પાર્ટી છે. કોરોના મહામારીના કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે રહી લોકો વચ્ચે જઈ સતત સેવા કરી છે. સાથે જ તેમણે ગીર સોમનાથ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકમાં વિજયી બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આ સ્નેહમિલનમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય સર્વ કાળુભાઈ રાઠોડ, રાજશીભાઈ જાેટવા, ગોવિંદભાઈ પરમાર, જે. ડી. સોલંકી,ઉના નગરપાલિકાના શ્રીમતિ જલ્પાબેન બાંભણીયા, અગ્રણી બચુભાઈ વાજા, શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, હરિભાઈ, પક્ષ અગ્રણી સર્વ રધુભાઇ, વિશાલ વોરા, ડો. વઘાસીયા, વજુભાઈ વાજા, મીતેશ શાહ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ- આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.