વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં લોકોએ ચોમાસાના ચાર પાંચ મહિના બાદથી જ પાણીની તંગીનો સામનો કરવો પડતો હોય છે.એપ્રિલ ,મે મહિનામાં લોકો માટે ભારે જળસંકટ આવી જાય છે. પાણીની તંગીને કારણે ડુંગરાળ વિસ્તારના લોકો પીવાના પાણી માટે તેમના નિવાસ સ્થાનેથી ખૂબ દૂર સુધી જવું પડતું હોવાથી કમરતોડ હેરાની ઉઠાવતા હોય છે.ધરમપુર,કપરાડા શહેરને બાદ કરતાં માત્ર ત્રણ કે ચાર કિલોમીટરના અંતરે આવેલા ગામોના લોકોએ પીવાનાં પાણી માટે ભારે હાલાકી ઉઠાવવી પડી રહી છે. દર વર્ષે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે.એક તરફ સરકાર ડિજિટલ યુગની વાત કરે છે. બીજી તરફ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધામાં આવતા પીવાના પાણી માટે ડુંગરે ડુંગરે ભટકવા મજબુર થયા છે.પીવાના પાણી માટે લાંબે અંતર સુધી ફાંફા મારી રહેલા ગામલોકોની થઈ રહેલા દુર્દશા ને જાેઈ સરકારે પાણીની સુવિધા માટે સરકારે ૫૮૬ કરોડના ખર્ચે અસ્ટોલ પાણી પુરવઠા યોજના મૂકી પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ કરી રહી છે. જેમાં ૧૭૫ ગામડાના લોકોને પાણીની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઈ જશે.આ પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ પાણીના પ્રોજેકટના કામ હજી પૂર્ણ ન થતા લોકોએ હજી પાણી માટે રઝળવું પડશે.ડુંગરોના ઝરણાંમાંથી આવતા પાણીને ગાળીને પીવા માટે ઉપયોગ કરતા લોકો સામે વિકાસના મુદ્દામાં પ્રથમ સ્તરે માત્ર પીવાના પાણીની વ્યવસ્થાનો જ હોઈ શકે.કારણ કે અન્ય સુવિધાઓ મળે કે ન મળે પણ કમ સે કમ પીવા માટે શુદ્ધ પાણી મળવું જ જાેઈએ.શહેરના લોકો જે પાણીનો ઉપયોગ શૌચાલય માટે પણ ઉપયોગ કરતા નથી તેવું પાણી ડુંગરાળ વિસ્તારના લોકોએ પીવા માટે ઉપયોગ કરવું પડી રહ્યું છે! રૂંવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિમાં જીવન ગુજર કરી રહેલા અતિ ગરીબ લોકોએ પીવાના પાણી માટે દૂર સુધી ભટકવું પડતું હોવાથી સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે.