અમદાવાદ, અમદાવાદમા કોરોનાની પરિસ્થતી ધીરે ધીરે ખરાબ થઈ રહી છે ત્યારે આજે ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇંજેક્શન માટે લોકોની પડાપડી થઈ રહી છે. જ્યારથી ઝાયડ્‌સ હોસ્પિટલ ઘ્વારા રેમડેસીવીર ઇંજેક્શન આપવાની શરૂઆત કરી છે ત્યારેથી અમદાવાદ અને અમદબાદ બહારથી પણ લોકો આવી રહયા છે ઇંજેક્શન લેવા માટે. સરકાર ઘ્વારા અને કોર્પોરેશન ઘ્વારા પણ આ ઇંજેક્શન માટે જદૃॅ હોસ્પિટલમા વ્યવસ્થા કરી છે. ૨ દિવસ પહેલાજ ઝાયડ્‌સ હોસ્પિટલમા ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હતો ત્યારે સાંસદ મનસુખ માંડવીયા એ ઝાયડ્‌સ હોસ્પિટલમા વાત કરી અને તેમને ઇંજેક્શનનો જથ્થો પૂર્વવત કરવા માટે ભલામણ કરી રહી

અમદાવાદમા આજની સ્થિતિની વાત કરીએ તો એક હજાર કરતા વધુ લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસીવીર ઇંજેક્શન લેવા પહોંચ્યા છે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોની પડાપડી કરી રહયા છે ઇન્જેક્શન માટે ઝાયડસ હોસ્પિટલ ની બંને બાજુ લાંબી લાઈનો લાગી છે આ લાઈનો ૨ કિલોમીટર જેટલી લાંબી છે ગઈકાલે રાતે જ્યારે ઝાયડ્‌સ એ જાહેરાત કરી કે આવતીકાલથી ઇંજેક્શન વિતરણ કરવામાં આવશે તો મધરાત થી લોકો ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા હતા એક બાજુ લોકો ઇંજેક્શન માટે પડાપડી કરી રહયા છે તો બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિંદ્રાધીન છે ઝાયડસ હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ ની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે હાલ રાખવામાં આવી છે હોસ્પિટલ ની બહાર નો અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાેકે આ ઇંજેક્શન માટે એક બાજુ લાંબી લાઈનો છે દર્દીઓના સગા ઇંજેક્શન લેવા માટે આવી રહયા છે પોલીસ ઘ્વારા પણ લોકોને સોશિસિયલ ડિસ્ટન્સ રાખવા માટે અને માસ્ક ફરજીયાત પહેરવા કહેવામાં આવ્યું છે. સરકાર જાે આ ઇંજેક્શન માટે કોઈ વ્યવસ્થા કરે તો લોકોની ભીડ ઓછી થાય તે ઉપરાંત લોકોને હાલાકી નો સામનો પણ ઓછો કરવો પડે આ ઇંજેક્શન ના ૨ ડોઝ દદર્દીઓને આપવાના હોય છે.