ગાંધીનગર-

સમગ્ર વિશ્ર્વ સહિત ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. રાજયમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચિંતા વધી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાજોગ સંબોધન કર્યું હતું. અને આ જાહેરજોગ સંદેશમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જનતાએ કર્ફ્યુ દરમિયાન જે સહકાર આપ્યો છે તેના માટે આભાર અને રાત્રિ કર્ફ્યુની જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે હું અપીલ કરું છું કે જનતા જોડાય. આ સાથે કોરોનાથી ડરવાની જરૂર નથી સરકારે પુરતી વ્યવસ્થા કરી હોવાનું જાણાવ્યું હતું. આ સાથે લોકોને સોશીયલ ડિસ્ટન્સીગ અને માસ્ક પહેરવા માટે ખાસ જણાવ્યું હતું. આ સાથે રાજયના મોટા શહેરોમાં રાત્રી કરફયુ યથાવત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાથે બેઠક યોજી હતી.