ચોટીલા-

સુરેન્દ્રનગરના ચોટીલાના જાની વડલા અને સાયલા તાલુકાના નડાળા ગામના લોકોએ વીડિયો વાયરલ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.અમરેલી એસપી એકમાત્ર કાઠી સમાજને ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કાર કરતા હોવાનો વાયરલ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.હાલમાં એક તરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે...તો બીજી તરફ આગદામી દિવસોમાં કાઠી સમાજે અમરેલી એસપીના વિરોધમાં અમરેલી ખાતે મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલાં ચોટીલાના સૂરજદેવળ ખાતે પણ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નક્કર પગલા નહી ભરાતા કાઠી સમાજ લડાયક મુડમાં હોવાના સંકેતો આ વિડીયો થકી આપવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં અમરેલીની ઘટનાને લઇને ચૂટણી બહિષ્કાર સમાજ દ્વારા કરાય તેવા સંકેતો તંત્રને વાયરલ વિડીયોથી આપવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના કાઠી સમાજના લોકો અને નડાળાના ગામલોકો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારનો વિડીયો વાયરલ કરાતા ઉમેદવારો સહિત સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.