ભરૂચ, તા.૬ 

ભરૂચના માતરીયા તળાવ ખાતે કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઈન મુજબ ૭૧ મા વન મહોત્સવ સમારંભના અધ્યક્ષસ્થાનેથી રાજ્ય કક્ષાના આરોગ્ય,પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણીએ શહેરને હિલ સ્ટેશન બનાવવા માટે દરેક નાગરિકોએ વૃક્ષો વાવી ઉછેરવા જન આંદોલન કરવા જણાવ્યું હતું.

સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુન્શીને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી વર્ષોપહેલા રાષ્ટ્રવ્યાપી વનમહોત્સવ શરૂ કરવા માટેના તેઓ મુખ્ય પ્રણેતા હતા. ગ્રામવન હરાજીની આવકમાંથી સીતપોણ, ઘોડી અને વટારીયા ગ્રામપંચાયતોના સરપંચોને વિકાસના કામો કરવા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતપટેલે ભરૂચ જિલ્લો વધુ ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવતો હોઈ જિલ્લાના દરેક નાગરિકોનેપોતાના ઘર આંગણે છોડ વાવીને જતન કરીનેપર્યાવરણ જાળવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના સારસા અને ફીચવાડા સંસ્થાઓને સહાય વિતરણ કરાઈ હતી. તદઉપરાંત વર્ષ દરમ્યાન ભરૂચ રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓ ધ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિ, અંકલેશ્વરના ખેડૂતનેપોતાની જમીનમાં દોઢ લાખ કરતાં વધુ વૃક્ષો વાવવા બદલ અને નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેેેશ ઠક્ક્રરનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયુ હતું.વન વિભાગના મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુ, જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા.