બક્સર-

કોઈએ કોરોના દર્દીઓના મૃતદેહો નદીમાં ફેંકી દીધા, જે ઉત્તર પ્રદેશથી પાણીના પ્રવાહમાં બિહારમાં બક્સર જિલ્લાના એક ગામે પહોંચી ગયાનો આરોપ સ્થાનિક તંત્રએ મૂક્યો. પૂર્વીય ઉત્તર પ્રદેશ પાસે આવેલ બિહારના બકસર જિલ્લાના ચૌસા ગામમાં ગંગા નદીના કિનારે મૃદેહો મળી આવ્યા. તમામ મૃતદેહ ચાર થી પાંચ દિવસથી પાણીમાં હોવાથી કોહવાઈ ગયી હતી. બિહાર અને ઉત્તર પ્રદેશ તંત્ર વચ્ચે એક બીજાને દોષ દેવાનું શરૂ. કોરોના મહામારી વચ્ચે બિહારના બક્સર જિલ્લામાં માનવતા શર્મશાર થાય તેવી ઘટના સામે આવી છે. અહીં ચરિત્રવનમાં સ્મશાનમાં ચિત્તા માટે જગ્યા જ ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દોઢ મહિનાથી ગામોમાં અચાનક મૃત્યુઆંક વધી ગયો છે. મૃત્યુ પામેલા બધા લોકો ઉધરસ-તાવથી પીડિત હતા. સ્મશાનગૃહમાં આવતા મોટાભાગના લોકો મૃતદેહો ગંગા નદીમાં જ મુકીને જતા રહે છે જેથી ગંગા નદીમાં મૃતદેહો નો ઢગલો થયો છે. ચરિત્રવન અને ચૌસા સ્મશાનગૃહમાં દિવસ-રાત ચિત્તો સળગી રહી છે. કબ્રસ્તાનમાં પણ ભીડ જોવા મળે છે. અગાઉ ચૌસા સ્મશાન ઘાટ પર દરરોજ બેથી પાંચ મૃતદેહો આવતા જયારે હવે 40 થી 50 મૃતદેહો આવે છે. બક્સરમાં આ આંકડો સરેરાશ 90 છે. ચરિત્રવન સ્મશાનગૃહમાં એક સાથે 10 થી વધુ અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. અહીં રાત દિવસ ચીત્તા સળગતી રહે છે.

ચૌસામાં પણ આવી જ સ્થિતિ છે. રવિવારે સત્તાવાર આંકડામાં બક્સરમાં 76 મૃતદેહો નોંધાયા હતા, જ્યારે 100 થી વધુ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દરરોજ 20 થી વધુ લોકો સ્મશાનગૃહ પર નોંધણી પણ કરતા નથી. ચૌસામાં પણ 25 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં 16 મૃતદેહો નદીમાં જ વહેવડાવવામાં આવ્યા હતા. ચૌસા સીઓ નવલકાંતે જણાવ્યું હતું કે તેઓએ એસ.ડી.ઓ.ના નિર્દેશન પર રવિવારે સ્મશાનગૃહની મુલાકાત લીધી હતી. રાત્રે અંતિમ સંસ્કાર થાય તે માટે જનરેટર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.ગંદકી સાફ કરવા માટે બે લોકોને રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં બે ચોકીદાર અને સલાહકારની નિમણૂક કરવામાં આવી છે.