વોશિંગ્ટન-

કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ જાેખમ છે.સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામના એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ લોકોને અપીલ કરી છે કે તે વેક્સિનનો ડોઝ લગાવી લે કેમ કે ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિએન્ટનુ જાેખમ વધી રહ્યુ છે. આનાથી તે લોકોને પણ જાેખમ છે જે પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લેબમાં એ વાતના પુરાવા મળ્યા છે કે વેક્સિનથી લોકોની નેચરલ ઈમ્યુનિટી બુસ્ટ થઈ રહી છે અને વાઈરસના નવા વેરિએન્ટ વિરૂદ્ધ સુરક્ષા પણ મળી રહી છે.

સીડીસીના ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીએ કહ્યુ કે જાે આપ પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છો તો વેક્સિન ચોક્કસ લઈ લો. વેક્સિન લેવી પોતાની અને પોતાની આસપાસના લોકોની સુરક્ષાની સૌથી શ્રેષ્ઠ રીત છે અને ખાસ કરીને આ એટલા માટે પણ જરૂરી છે કે દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.નવા વેરિઅન્ટ પહેલા થનારા રિઈન્ફેક્શનને લઈને જાણકારીઓ હજુ ઓછી છે પરંતુ યુએસ હેલ્થ અધિકારીઓએ બ્રિટનના આંકડાઓથી એ વાતનો અણસાર વર્તાવ્યો છે કે ડેલ્ટા વેરિઅન્ટ બીજીવાર સંક્રમિત હોવાનુ જાેખમ વધારે છે. જાે તમે છ મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા તો અલ્ફા વેરિઅન્ટની સરખામણીએ આ વેરિઅન્ટથી બીજીવાર સંક્રમિત થવાનુ જાેખમ વધારે છે. સંક્રમણ વાળી બીમારીઓના વિશેષજ્ઞએ કહ્યુ કે આમા કોઈ શંકા નથી કે કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકોને વેક્સિનથી ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળી રહી છે. વેક્સિન લેવાથી ના માત્ર આપ વાઈરસ પરંતુ આના વેરિઅન્ટ વિરૂદ્ધ પણ સુરક્ષા મેળવી શકો છો.