દિલ્હી-

પેરૂથી એક દુખદ ઘટના સામે આવી છે. અહીં પર એક નાઇટ ક્લબમાં પોલીસના દરોડા દરમિયાન થયેલી ભાગદોડમાં 13 લોકોના મોત થયા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે એક ડિસ્કોમાં પોલીસે કોરોના લૉકડાઉનના નિયમોનું પાલન કરવાને લઈને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લોકો બચવા માટે ભાગવા લાગ્યા અને એક જ દરવાજામાંથી નિકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે ત્યાં પર હાજર મહિલાઓને બહાર નિકળવાનું કહ્યું, ત્યારબાદ ભાગદોડ શરૂ થઈ હતી. 

આ ઘટના લીમા સ્થિત થોમસ ડિસ્કોમાં રાત્રે થઈ હતી. નાઇટ ક્લબમાં 120 લોકો પાર્ટી માટે ભેગા થયા હતા. આ દુર્ઘટના પર અધિકારીઓનું કહેવું છે કે પોલીસના દરોડા દરમિયાન ડિસ્કોના બીજા માળ પર એક દરવાજાથી બચીને ભાગવા દરમિયાન લોકો એક-બીજા પર ચઢી ગયા. જેમાં 13 લોકોના મોત થયા છે.