દિલ્હી-

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ હોવા છતાં, સ્થાનિક બજારમાં તેલના ભાવ સ્થિર રહ્યા હતા. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ, સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ હતુ. નોંધપાત્ર વાત એ છે કે, બે દિવસ પહેલા પેટ્રોલ 16 પૈસા, જ્યારે ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સસ્તુ હતુ.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ ના જણાવ્યા અનુસાર, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈના અન્ય મહાનગરોમાં પેટ્રોલના ભાવ અનુક્રમે રૂ.96.82, 90.40 રૂ, 92.43 રૂ.પ્રતિ લીટર મળી રહ્યુ છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ ક્રમશ 87.81 રૂ., 83.61 રૂ. અને. 85.73 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે. નોંધનીય છે કે, ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની સપ્લાયમાં વધારાના સમાચાર વચ્ચે, ક્રૂડ ઓઇલના ભાવમાં મંદી જોવા મળી હતી. યુ.એસ.માં ટ્રેડિંગના અંતે બ્રેન્ટ ક્રૂડ 0.17 ડોલર ઘટીને બેરલ દીઠ 66.77 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ $ 0.33 ના નરમાઈ સાથે 63.13 ડોલર પ્રતિ બેરલ પર યથાવત રહ્યો હતો.