દિલ્હી,

તા, 1 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. સતત બીજા દિવસે પેટ્રોલ અન ડીઝલના વધતા ભાવોથી લોકોને રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બુધવારે કોઈ ફેરફાર નથી થયો અને રાજધાની દિલ્લીમાં 80.43 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 80.53 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે.

જુલાઈના પહેલા જ દિવસે સામાન્ય માણસને આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડીવાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી 19 કિલો અને 14.2 કિલોના સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ દર વર્ષે બદલાય છે જેને કારણે દરેક રાજ્યમાં એલપીજીના ભાવમાં તફાવત છે.

જ્યાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આવેલી સ્થિરતાએ લોકોને રાહત આપી ત્યાં જુલાઈ મહિનાના પહેલા જ દિવસે આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવોમાં વધારો થઈ ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2020થી સબસિડી વિનાના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારાનુ એલાન કરી દીધુ છે. સબસિડી વિનાના ગેસ સિલિન્ડર દિલ્લીમાં આજથી 1 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થઈ ગયુ છે. જ્યારે કોલકત્તામાં 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઈમાં 4 રૂપિયા મોંઘો થઈ ગયો છે.