સુરત-

અત્રે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આડે હવે જ્યારે જૂજ કલાકો જ બાકી છે ત્યારે હવે સામસામા પક્ષે ભારે દાવપેચ ચાલી રહ્યા છે. એવામાં ભાજપના નેતા સોમનાથ મરાઠેના દારૂની પાર્ટીના ફોટા વાયરલ થવાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. 

સોમનાથ મરાઠે સુરત ભાજપના વોર્ડ નંબર 24ના ઉમેદવાર છે અને જે પ્રકારના ફોટો વાયરલ થયા છે, તેનાથી ભાજપને મતદાનને દિવસે ફટકો પડી શકે એવી અટકળો બંધાઈ રહી છે. આ ઉમેદવાર દારૂની પાર્ટીમાં બેઠા હોય એ પ્રકારના બે ફોટા વાયરલ થયા છે. જો કે, સોમનાથ મરાઠેએ પોતે આ બાબતે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી નથી અને તેમણે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર વિલાસ પાટીલ દ્વારા આવું કરાયું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, આ ફોટા એડિટ કરીને બનાવવામાં આવ્યા છે. તેમણે આ હરકતને પોતાને અને પોતાની પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.