વડોદરા, તા.૩

ગુજરાત સરકાર દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માગણી અને આઉટસોર્સ્િંાગના કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોાષણ અટકાવવાની માગણી સાથે આજે ગુજરાત જનજાગૃતિ મંચની આગેવાની હેઠળ કર્મચારીઓએ જૂના પાદરા રોડ સ્થિત વેક્સિન ઈન્સ્ટિટયૂટના કેમ્પસમાં ધરણાં યોજવામાં આવ્યા હતા. બેનરો સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જૂના પાદરા રોડ સ્થિત વેક્સિન ઈન્સ્ટિટયૂટના કેમ્પસમાં ગુજરાત જનજાગૃતિ મંચ સાથે સંકળાયેલા કોરોના વોરિયર્સ અને ચોથા વર્ગના કર્મચારીઓની માગણી અંગે ધરણાં કર્યાં હતાં.

જનજાગૃતિ મંચના અગ્રણી અને પ્રમુખ રજનીકાંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સને વેક્સિન નહીં પણ તેમને હક્કનો પગાર આપવાની જરૂર છે. આઉટસોર્સ્િંાગના કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી અને વધુમાં જણાવ્યું કે આઉટસોર્સ્િંાગના કર્મચારીઓને સરકાર તરફથી ૧૫ થી ૨૦ હજાર સુધીની રકમ ચૂકવે છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માત્ર રૂા.૮ થી ૧૦ હજાર પગાર ચૂકવે છે અને શોષણ કરવામાં આવે છે.

યોગ્ય પગાર અને કાયમી ભરતી કરવાની માગ સાથે આજે ગુજરાત જનજાગૃતિ મંચની આગેવાનીમાં આઉટસોર્સ્િંાગ કર્મચારીઓએ બેનરો સાથે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. આઉટસોર્સ્િંાગના કર્મચારીઓ દ્વારા કેટલાક સમયથી પોતાના પગાર વધારા તેમજ કાયમી કરવા માટેેની લડત આપી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ યોગ્ય નિકાલ કે નિયર્ણ લેવામાં ન આવતાં ચોથા વર્ગના કર્મચારીઓમાં વધુને વધુ રોષની લાગણી વ્યાપી રહી છે.