વડોદરા : કોંગ્રેસ ,આપ ,આરએસપીના ઉમેદવારોએ રિકાઉન્ટીંગ માગ્યું. કલાકો સુધી ધરણાં પોલિટેકનિક ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ધરણાં કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં રીટ કરવાનો વિકલ્પ પણ પસંદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પોલિટેકનીકના ત્રીજા માળે કોંગ્રેસ , આર.એસ.પી તથા આપના ઉમેદવારો દ્વારા ભાજપાના ઉમેદવારોને વિજય જાહેર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાંસદ રંજન ભટ્ટે પરિણામ જાહેર થાય તે પહેલાં જ વોર્ડ નં.૬માં ભાજપના ચારેય ઉમેદવારો વિજયી થાય છે તેવી ફેસબુક ઉપર પોસ્ટ મુકી દીધી હતી. બીજી તરફ પરિણામ હજી સત્તાવાર રીતે આવ્યું ન હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ તો જણાવ્યું હતુંકે, મતના માર્જિન જે રીતે ઓછા છે તે જાેતાં રિકાઉન્ટિંગ થાય તો કોંગ્રેસની પેનલ વિજેતા થઇ જાત. અમારી માગણી સ્વીકારવામાં આવી નથી. અમે ચૂંટણી અધિકારીના ર્નિણય સામે હાઇકોર્ટમાં જઇને ન્યાય માગીશું. વડોદરા શહેરના મહામંત્રી કલ્પેશ પટેલે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે વોર્ડ ૬ની મતપેટીના કંન્ટ્રોલ યુનિટ બદલાયેલા હોય તથા બે રાઉન્ડ પુરા થતાની સાથે જ પરિણામ જાહેર કરી દેવામાં આવેલ હોવાથી રીઈલેકશન આપવું.