અંકલેશ્વર, અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાના માર્ગ પર ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને જાહેર જનતા માટે ન.પા.ના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાના માર્ગ અંકલેશ્વર શહેરના જલારામ મંદિર હોલ ખાતે પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો અમદાવાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા ભારતની આઝાદીની ગાથા અને ગુજરાતના આઝાદીના લડવૈયાઓની વિગતો વર્ણવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન તા.રપ, ર૬ અને ર૭મી માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે જે પ્રદર્શન જાહેર જનતા માટે ન.પા.ના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે ન.પા.ના ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ, કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી, પ્રદર્શન અધિકારી જિતેન્દ્ર યાદવ, સુરત ઝોનના અધિકારી કે.આર.મહેશ્વરી, યોજના પ્રકાશન વિભાગના એડિટર જાનવી પટેલ અને ન.પા.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.