અમદાવાદ-

કોરોના નો માહોલ હોય વધારે લોકો એકત્ર થવાને કારણે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ હાલ મોકૂફ રાખવા માટે કરાયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

રાધનપુરના સમાજસેવક ફરસુ ગોકલાણીએ હાઈકોર્ટમાં કરેલી અરજી માં એવી રજૂઆત કરાઈ હતી કે, કોરોના માં 8 તાલુકામાં યોજાનાર પેટા ચૂંટણી મોકૂફ રાખવી જોઈએ. હજારો મતદાર ભેગા થશે તો સંક્રમણ વધી જશે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહિ. આવા સંજોગોમાં ચૂંટણી યોજી શકાય નહિ. એક તરફ કેન્દ્ર સરકારે ગાઇડલાઇનમાં રાજકીય, સામાજિક રેલીઓ યોજવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે તો બીજી તરફ સરકાર ચૂંટણી યોજી શકે નહિ. જોકે સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચે પણ હજુ તારીખો નક્કી કરી નથી અને જાહેરનામું પણ બહાર પાડ્યું નથી. સરકાર આ મામલે ઘણી ગંભીર છે, જેથી હાઇકોર્ટે નોંધ્યું કે હજી ચૂંટણી ની તારીખ પણ નક્કી નથી થઈ તેવા સમયે કરાયેલી અરજી હાલ ટકવાપાત્ર નથી.જેથી અરજી ફગાવી દીધી હતી.