પાયલોટને અધવચ્ચે આકાશમાં હાર્ટએટેક આવતાં અફરાતફરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, મે 2026  |   3069

સ્પેનથાી યુકે જઈ રહેલી જેટ૨ એરલાઇન્સની ફ્લાઇટ ન્જી૧૨૬૬માં ૨૨૦ મુસાફરોના જીવ ત્યારે અધ્ધર થઈ ગયા, જ્યારે અધવચ્ચે આકાશમાં મુખ્ય પાયલોટની તબિયત અચાનક અત્યંત નાજુક થઈ ગઈ હતી.

૨૧ મે ૨૦૨૬ની રાત્રે ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ જ કેપ્ટનને ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હાર્ટ એટેક આવ્યો હતો. અચાનક વિમાનની ઊંચાઈ ઘટવા લાગી. કેબિન ક્રૂ ગભરાઈને રડતા રડતા લોબીમાં દોડવા લાગ્યો હતો. તેમણે મુસાફરોને પૂછ્યું કે, શું કોઈને મેડિકલ ટ્રેનિંગ મળેલી છે. આખું વાતાવરણ ભય અને ચીસાચીસથી ભરાઈ ગયું હતું. સદનસીબે કો-પાયલોટ અનુભવી હતો. તેણે તરત જ કંટ્રોલ સંભાળી લીધો અને ઇમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વિમાનને પોર્ટુગલના પોર્ટો ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. સવારે લગભગ ૨.૧૧ વાગ્યે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું.મુસાફરો આ ઘટનાને યાદ કરીને આજે પણ ધ્રૂજી રહ્યા છે. એક મુસાફરે જણાવ્યું કે, અમે જાેયું કે સ્ટાફ રડી રહ્યો હતો અને દોડી રહ્યો હતો. અમને લાગ્યું કે કંઈક ખૂબ ગંભીર છે. જ્યારે પાયલોટને હાર્ટ એટેક આવ્યાનું જણાવાયું ત્યારે બધા ડરી ગયા. બીજા મુસાફરોએ જણાવ્યું કે, લેન્ડિંગ દરમિયાન પણ ઘણું ટેન્શન હતું, પરંતુ કો-પાયલોટે શાનદાર રીતે વિમાન નીચે ઉતાર્યું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution