દિલ્હી-

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન રન-વે પર પલટાયું હતું. જેના કારણે મોટો અકસ્માત થયો છે. વિમાન રનવે પર પછડાયા બાદ વિમાન ક્રેશ થઈને બે ભાગમાં ભાંગી પડ્યું હતું. વિમાન દુબઇથી આવી રહ્યું હતું, જેમાં 191 મુસાફરો હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

ડીજીસીએ અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ એએક્સબી 1344, બોઇંગ 737 દુબઇથી કાલિકટ આવી રહી હતી. વિમાનમાં 191 લોકો હતા. ભારે વરસાદને કારણે રનવે પર ઉતર્યા પછી વિમાન પછડાયુ હતું અને ખીણમાં પડી ગયું. તે જ સમયે વિમાન બે ટુકડા થઈ ગયું. 

પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં પાઇલટનું મોત નીપજ્યું છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. એનડીઆરએફની એક ટીમ રાહત અને બચાવ કામગીરી માટે કોઝિકોડ જવા રવાના થઈ છે. એનડીઆરએફના 50 જવાનને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લપુરમથી એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી

અક્સ્માત દરમ્યાન વિમાનનુ સંચાલન કરનાર બંન્ને પાઇલોટ સહિત 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 15 મુસાફર ગંભીર રીતે ઘાયલ છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાબતે પ્રધાનમંત્રી થી માંડીને દેશના નામી લોકોએ શોક વ્યક્ત કર્યા છે. સુત્રો દ્વારા જણાવા મળ્યુ છે કે આ ફ્લાઇટ વન્દે ભારત મિશન હેઠળ મુસાફરોને દુબઇથી ભારત આાવવા ઉડાન ભરી હતી.