ગાંધીનગર, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું એક્સીલેટર વધુ જાેરથી દબાવી ઉદ્યોગોને ફાસ્ટ ટ્રેક ઉપર લઈ જવાના સરકારના અભિગમને લઈને ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના સરળ બને તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે. નવા ઉદ્યોગોની સ્થાપના સ્ટાર્ટ અપ માટે મંજૂરી થી લઈને ખાસ કરીને ખાણ ખનીજ ને લગતા ઉદ્યોગો માટે પર્યાવરણની મંજૂરી અને ખાતા સંલગ્ન પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર સુધી બકો ખાવાના બદલે સ્થાનિક ધોરણે ઔદ્યોગિક વસાહતોમાં પહેલી જુલાઈથી ઉદ્યોગપતિઓ માટે ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવનાર છે જેમાં પડતર પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક ધોરણે જ કરવાનું રસ્તો સરળ બનાવવામાં આવ્યું છે.

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અત્યારે ૨૦ જેટલા મુખ્ય ઔદ્યોગિક સંગઠનો સાથે સતત ચર્ચા મસલત કરીને ઉદ્યોગોને નડતા પ્રશ્નો ના ઉકેલ માટે ની સમીક્ષા કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઔદ્યોગિક એકમો અને તેમાં પણ ખાસ કરીને લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગોની સમસ્યાનું નિવારણ લાવવા માટે ઓપન હાઉસ યોજવાનું સૂચન કર્યું છે.જયાં આ ઓપન હાઉસમાં ઉદ્યોગિક કમિશનર લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો જીયોલોજી અને ખાણ વિભાગના કમિશનર ઉપરાંત જીઆઈડીસી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વિવિધ જિલ્લાકક્ષાના વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ ઓપન હાઉસમાં ઉપસ્થિત રહેશે.ઉદ્યોગપતિઓને લગતી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ ઉદ્યોગિક સંગઠનો સામૂહિક રીતે કે સ્વાગત રીતે ઓપન હાઉસમાં હાજર રહીને પોતાના વ્યક્તિગત કે સામુહિક મુદ્દાઓ રજૂ કરી શકશે અને ઉદ્યોગપતિઓ દ્વારા રજૂ કરવામાં આવનાર તમામ પ્રશ્નોનું ભરી રીતે ઇલેક્શન કરીને તે જ દિવસે નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવશે.દરેક મુખ્ય ઉદ્યોગના કેન્દ્રો અને શહેરોમાં સ્થાનિક ઉદ્યોગપતિઓને સાથે રાખીને ઉપયોગો અને લગતા પ્રશ્નોના ઉકેલમાં સરકાર મદદરૂપ થશે સાથે સાથે ઓપન હાઉસ ફોરમ દ્વારા સરકારની યોજનાઓ નવા ઉદ્યોગોની રચના માટેની જાેગવાઈઓ અને પ્રોત્સાહક યોજનાઓની સરકારની ઉદ્યોગલક્ષી નીતિની જાણકારીથી ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારોને માહિતગાર કરવામાં આવશે.