વડોદરા

મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રવિપાકનું વાવેતર પ્રોત્સાહક રહ્યું છે. ૧૧મીના રોજ પૂરા થતાં સપ્તાહના અંતે વડોદરા જિલ્લામાં કુલ ૬૩,૧૦૦ હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૯,૦૩, ૬૦૦ હેકટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં કોલ્ડવેવની આગાહી છે ત્યારે રાજ્યમાં કુલ ૪૫,૩૮,૬૮૯ હેકટરમાં વાવેતર થયું છે. જે ગતે ૩૯,૧૧,૩૮૨ હેકટરમાં હતું. રાજ્યમાં રવિપાકનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩૪,૩૮,૩૫૨ હેકટર છે.

મધ્ય ગુજરાતમાં ઘઉંનું ૩૬,૧૮,૦૦ હેકટરમાં, મકાઇનું ૮૧૩૦૦ હેકટરમાં, ચણાનું ૧૦૩૨૦૦ હેકટરમાં, તમાકુનું ૮૮૨૦૦ હેકટરમાં, જીરુ ૧૨૫૦૦ હેકટર, બટાકા ૬૪૦૦ હેકટર, શાકભાજીનું ૭૫૬૦૦ હેકટર અને ઘાસચારાનું ૧૨૮૯૦૦ હેકટરમાં વાવેતર થયું છે. વડોદરા જિલ્લામાં ૬૩૦૦ હેકટરમાં ઘઉં, ૪૮૦૦ હેકટરમાં ચણા, ૧૧૭૦૦ હેકટરમાં શાકભાજી અને ૧૭૦૦૦ હેકટરમાં ઘાસચારા સહિત કુલ ૬૩૧૦૦ હેકટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં ૧૮૦૦ હેકટરમાં ઘઉં, મકાઇ ૧૮૨૦૦ હેકટર, ચણા ૧૬૦૦ હેકટર, શાકભાજી ૨૯૦૦ હેકટર અને ઘાસચારો ૪૯૦૦ હેકટર મળીને કુલ ૩૧૫૦૦ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. પંચમહાલ જિલ્લામાં ૧૧૦૦૦ હેકટરમાં ઘઉં, ૧૪૬૦૦ હેકટરમાં મકાઇ, ૨૧૦૦ હેકટરમાં ચણા,૪૫૦૦ હેકટરમાં શાકભાજી, ૮૦૦૦ હેકટરમાં ઘાસચારો મળીને કુલ ૪૨૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે. મહીસાગર જિલ્લામાં ૨૨૫૦૦ હેકટરમાં ઘઉં, ૧૧૬૦૦ હેકટરમાં મકાઇ, ચણા ૧૦૯૦૦ હેકટર, ૩૩૦૦ હેકટરમાં શાકભાજી અને ૧૧૭૦૦ હેકટરમાં ઘાસચારો મળીને કુલ ૬૧૨૦૦ હેકટરમાં વાવેતર થયું છે. દાહોદ જિલ્લામાં ૪૦૬૦૦ હેકટરમાં ઘઉં, ૩૧૮૦૦ હેકટરમાં મકાઇ, ૩૦૭૦૦ હેકટરમાં ચણા ૨૩૦૦ હેકટરમાં શાકભાજી અને ૩૦૦૦ હેકટરમાં ઘાસચારો મળીને કુલ ૧૦૮૬૦૦ હેકટરમાં વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં ૧૫૬૪૦૦ હેકટરમાં ઘઉં, ૫૦૯૦૦ હેકટરમાં ચણા, ૧૨૪૦૦ હેકટરમા જીરૃ, ૬૦૦૦ હેકટરમાં શાકભાજી અને ૪૯૦૦૦ ઘાસચારો મળીને કુલ ૨૮૦૩૦૦ હેકટરમાં વાવેતર થયું છે.

રાજ્યમાં કયા મુખ્ય પાકનું વાવેતર

પાક હેકટર

ઘઉં ૧૩૪૨૭૬૪

જુવાર ૧૪૨૬૦

મકાઇ ૯૫૯૭૫

ચણા ૮,૦૩,૬૯૮

તમાકુ ૧,૨૪,૭૦૬,

ધાણા ૪,૬૮,૯૪૮

જીરૂ ૧,૪૦,૪૦૧

ડુંગળી ૫૬,૧૧૧

બટાકા ૧,૨૫,૪૭

શાકભાજી ૨,૦૫,૭૩૨

ઘાસચારો ૫,૯૫,૦૯૬