પાદરા.તા.૧૧

કોરોના ની કપરી મહામારી માં સેવા હી સંગઠન અભિયાન -૨ અંતર્ગત ભાજપા દ્વારા આજરોજ કોરોનાની મહામારી સામે લડત આપવા તેમજ કોરોનાની મહામારી માં માનવ જાતને ઉપયોગી થાય તે માટે અને પ્લાઝ્‌મા અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભા.જ.પા. મહામંત્રી શૈલેષ સ્વામી એ પ્લાઝ્‌મા ડોનર તેમજ રક્તદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ માં પાદરા શહેર ભા.જ.પા. ના ઉપપ્રમુખ વિજય ગોહિલ, મહામંત્રી અર્પિત ગાંધી, ચૈતન્યસિંહ ઝાલા, પાલિકા કારોબારી ચેરમેન નયન ભાવસાર, જીલ્લા યુવા મોરચા મંત્રી હંસલ પંડ્યા, હિલી રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત ૭ લોકોએ પ્લાઝ્‌મા અને ૧૭ બ્લડ ડોનેટ કર્યું હતું.